વજન વધારવા શું ખાવુ ?: ઘણા લોકોનુ વજન ખૂબ જ ઓછુ હોય છે. જેને લીધે તેમની પર્સનાલીટી સારી પડતી નથી. આવા લોકો ઘણા પ્રયત્નો કરવા છતા તેમનુ વજન વધતુ નથી અને બોડી બનતી નથી. આજે આ પોસ્ટમા વજન વધારવા માટે કઇ કઇ વસ્તુઓને તમારા ડાયેટ મા સામેલ કરી શકો તેની ચર્ચા કરીશુ.
વજન વધારવા શું ખાવુ ?
વજન વધારવા માટે ઘણા નુસ્ખા ઘણા લોકો બતાવતા હોય છે. વજન વધે એવા અમુક પાવડર અને દવઓઅ પણ માર્કેટમા ઉપલબ્ધ હોય છે પરંતુ તે એટલા કારગત નીવડતા નથી અથવા તેની સાઇડ ઈફેકટ ઘણી થતી હોય છે. વજન વધે તે માટે આપણા રુટીન ખોરાકમા કઇ કઇ વસ્તુઓ સામેલ કરવી જોઇએ તેની માહિતી મેળવીએ.
- વજન વધારવા ડેરી આઇટમો જેવી કે દૂધ,દહિ,પનીર વગેરે નો દૈનિક ખોરાકમા સમાવેશ કરવો જોઇએ.
- વજન વધારવા માટે કેળા અને મકાઇ પણ ફાયદાકારક સાબિત થશે.
- બટેટા પણ ચરબી વધારવા ઉપયોગી છે.
- ગી સાથે ગોળનુ દરરોજ સેવન કરવુ જોઇએ.
વજન વધારવા ડેરી આઇટમો જેવી કે દૂધ,દહિ,પનીર વગેરે નો દૈનિક ખોરાકમા સમાવેશ કરવો જોઇએ. દૂધ, દહીં, માખણ, ઘી, ચીઝ વગેરે તમામ પ્રકારની ડેરી પ્રોડકટ એટલે કે દૂધમાંથી બનેલી વસ્તુઓ વજન વધારવામાં ચોક્કસ મદદ કરશે. તેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફેટ પુષ્કળ માત્રામા શરીરને મળી રહે છે.
વજન વધારવા માટે કેળા ખૂબ જ ઉપયોગી છે. કેળામા ઘણી બધી એનર્જી, કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ પદાર્થો હોય છે. તેના નિયમિત સેવનથી તમારું વજન વધશે. જમતી વખતે યોગ અને કસરત પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. તેનાથી તમારી શારીરિક સ્ફૂર્તી જળવાઈ રહેશે.
ઠંડીની સિઝનમાં વજન વધારવા માટે મકાઈ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મકાઇ થી શરીરને ઘણી એનર્જી મળશે અને પાચનક્રિયા પણ સારી બનશે. મકાઇ મા ફાઈબરની સાથે ઘણા પોષક તત્વો પણ હોય છે.
How to make your teeth stronger at home — Really!
બટાકા ખાવા એ પણ દુર્બળતા દૂર કરવા માટે એક સારી વસ્તુ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી ભરપૂર પ્રમાણમા હોય છે, જે વજન વધારવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
શિયાળામાં ઘી સાથે ગોળનું સેવન દરરોજ કરવુ ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમારું વજન તો વધશે જ સાથે જ તમે શરદીથી પણ બચી શકશો. ઘી અને ગોળ શરીરમાં ચરબીની માત્રા વધારવાનું કામ કરે છે.
અગત્યની લીંક
Home page | click here |
Join our whatsapp Group | click here |