Water Tank Sahay Yojana 2023: પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, iKhedut પોર્ટલ પરથી ફોર્મ ભરો

Water Tank Sahay Yojana 2023 : પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના, iKhedut પોર્ટલ પરથી ફોર્મ ભરો ::: 

Water Tank sahay Yojna 2023

Water tank sahay yojana 2023
Water tank sahay yojana 2023

Water Tankસહાય યોજના 2023 : પ્રિય મિત્રો, iKhedut પોર્ટલ પર ઘણા વિભાગની યોજનાનો બહાર પડેલી જોઈ શકાય છે. જેમાં ખેતી વિષયક ન યોજનાઓ, પશુપાલન વિષયક યોજનાઓ, બાગાયત વિષયક યોજનાઓ જોઈ શકાય છે. મિત્રો આ પહેલા ના આર્ટીકલમાં આપણે બાગાયત વિભાગની ઘણી યોજનાઓ જેમ કે plantation પાકો માટે સહાય યોજના, ટ્રેક્ટર માટેની સહાય યોજના 2023 અને ફળાઉ પાકો માટે સહાય યોજનાની સચોટ માહિત મેળવી. આજના આ article માં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની સચોટ માહિતી આપીશુ વોટર ટેંક સહાય યોજના 2023 માં શું લાભ મળે? તેની વિસ્તૃત ચર્ચા કરીશું.

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના ::

યોજનાનું નામ Water Tank Sahay yojana 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
વિભાગનું નામ ખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in
અરજી કરવાની છેલ્લી તારીખ તા 15/05/2023 થી 14/06/2023 સુધી

Water Tank Sahay Yojana 2023 પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના ::

ટપક સિંચાઈ ના ઉપયોગથી પાણી ની બચત કરવા પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના

  • (અ) પર્સનલ સહાયના કેસમાં જે તે અરજી કરનાર ના એકાઉન્ટ માં મદદ ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ભરવાની રહેશે. નાના માપના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે મદદ માટેનું બજેટ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે પાણીના ઓછામાં ઓછા 75 ઘન મીટર પાકા ટાંકા બનાવવાના રહેશે.
  • (બ) મોટા જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ નેતા ના એકાઉન્ટ માં સહાય ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે. નાના માપન પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે મદદ નું બજેટ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નક્કી કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવશે. મદદ સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
See also  Kuvarbai nu Mameru Yojana : કુંવરબાઈ નું મામેરું યોજના 2023, ઓનલાઇન ફોર્મ ભરો

Water Tank Sahay Yojana 2023 ::

  • ઉપરોક્ત યોજનાની સહાય માટે તમામ લાભ મેળવનાર ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ ચાલુ કરેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે (  water tank sahay yojana 2023 )
  • આ યોજના હેઠળની સહાય માટે યુનિટ ખર્ચમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરની અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે.આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે જીવન પર્યંત એક જ વખત મળી શકશે,

What Document Are Required to avail the Scheme Of Water Tank Sahay Yojana 2023 ? કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ? ::

I-khedut Portal પર ચાલતી પાણીના ટાંકા ( water tank sahay yojana 2023 ) બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના લાભ લેનાર ખેડૂત પાસે જરૂરી કાગળ હોવા જોઈએ.

  • અરજદાર ખેડૂતની 7/12 અને 8-અ ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂતએસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદાર હોય તેવા કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? ::

પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-khedut પોર્ટલ પરથી ઓનલાઇન Application કરવાની રહેશે. તે માટે તમારે નીચે મુજબ પ્રક્રિયા હાથ ધરી એપ્લિકેશન કરવાની રહશે.

See also  Workplace Discrimination Laws: A Comprehensive Overview

Step1   : Google એપ ખોલીને “ikhedut Portal” ટાઈપ કરી
Step2   : જ્યાં iખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
Step3   : ikhedut Website ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરો
Step4   : યોજના પર ક્લિક કરીને નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલો
Step5   : “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-1 પાણીના ટાંકા ( વોટર ટેંક સહાય યોજના 2023) બનાવવા આપવાની યોજના પર ક્લિક કરવું.
Step6   : જેમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “ એપ્લિકેશન કરો” તેના પર Click કરીને આગળનું પેજ ઓપન કરો
Step7   : જો તમે રજીસ્ટર એપ્લિકેનટ ખેડૂત છો? તેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
Step8   : ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા પછી કેપ્ચા કોડ નાખીને એપ્લિકેશન કરવાની રહેશે.
Step9   : લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Step10 : ખેડૂતે પૂરેપૂરી માહિતી ભર્યા પછી application save કરો એના પર click કરવાનું રહેશે.
Step11 : સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબર માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તે ધ્યાનમાં લેવું.
અંતમાં, લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ પોતાની અરજીના આધારે print મેળવી શકશે.

Water Tank Sahay yojana 2023 ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન               અહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

Leave a Comment