Gujarat GDS Vacancy 2023 : ભારતીય ગ્રામીણ ડાક સેવા ભરતી 2023 ધોરણ 10 પાસ માટે
Gujarat GDS Vacancy : ભારતીય ગ્રામીણ પોસ્ટ વિભાગ દ્વારા ભરતી 2023 : ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર સુચના વિભાગમાં ગ્રામીણ ડાક સેવા ની પોસ્ટ માટે બમ્પર ખાલી જગ્યાઓ ની જાહેરાત ની નોટિફિકેશન મૂકવામાં આવેલી છે. આ જગ્યા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા સરકારી નોકરીની શોધ કરનારાઓ માટે આ માહિતી એક વખત વાંચવી ખૂબ જરૂરી છે. આ અરજી કરવા માટે 11 જૂન 2023 ના રોજ અથવા તે પહેલા indiapostgdsonline.gov.in પર નિયત ફોર્મેટ મુજબ આ ભરતીી માટે અરજી કરી શકે છે.
સરકારી નોકરી ની શોધ કરતા યુવાનો માટે પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા માટેની આ એક સુવર્ણ તક છે. ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રામીણ ડાક સેવા પોસ્ટ પર ની ભરતી માટે ખાલી જગ્યાઓ ની જાહેરાત કરી છે. ભારતભરમાં વિવિધ ખાલી પડેલી જગ્યાઓ માટે લગભગ 12,828 ખાલી જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા કરવાની થાય છે. ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોએ નિયત નમૂનામાં ફોર્મ ભરી ને રજુ કરવાનું થશે. ગુજરાતની કુલ ૧૧૦ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Gujarat GDS Vacancy 2023
| સંસ્થા નુ નામ | ગુજરાત પોસ્ટલ સર્કલ (Indian Post) |
| જાહેરાત નંબર | 17-31/2023-GDS |
| નોકરીનું નામ | ગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક) |
| કુલ પોસ્ટ | 12,828 (ગુજરાતની કુલ 110 જગ્યાઓ) |
| નોકરીનું સ્થળ | ગુજરાત |
| ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | 22/05/2023 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 11/06/2023 |
| વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

અરજી કરવાની છેલ્લી ( Gujarat GDS Vacancy 2023 aplication last Date )
પોસ્ટ વિભાગમાં ભરતી અથવા તો ભારતીય ગ્રામીણ ડાક સેવા વિભાગમાં ભરતી ની તૈયારી કરી રહેલા ઉત્સાહી ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી .પોસ્ટ વિભાગ સંદેશા વ્યવહાર મંત્રાલય ભારત સરકારે 22 મે 2023 ના રોજ દેશભરના વિવિધ રાજ્યોમાં સ્થિતિ મુજબ પોસ્ટ ઓફિસો અને અન્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવા GDS ( Gramin Dak seva ) ની ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો તરફથી કોઈપણ માન્ય બોર્ડ માંથી ધોરણ 10 અથવા તો તેથી ઉચ્ચ અભ્યાસ ધરાવતા ઉમેદવારો GDS ની પોસ્ટ માટે માન્ય ગણવામાં આવે છે. તેવા ઉમેદવારો અરજી કરી શકે છે .અરજી કરવા માટે માન્ય સત્તાવાર ઓફિસિયલ પોર્ટલ indiapostgdsonline.gov.in પર જઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ 11 જૂન 2023 નક્કીી કરવામાં આવેલી છે
Gujarat GDS vacancy 2023 Selection process ( ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા )
પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવાની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કોઈ ટેસ્ટ કે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.દેશના પોસ્ટ વિભાગ વિવિધ વર્તુળ અનુસાર ઉમેદવારોના ધોરણ 10 ના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરીટ લીસ્ટ મુજબ Gujarat GDS vacancy 2023 ઉમેદવારોને સંબંધિત પોર્ટલ સર્કલ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
ગ્રામીણ ડાક સેવક ભરતી 2023
| પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
|---|---|
| EWS | 14 |
| ઓબીસી | 23 |
| PWD (A/ B/ C/ DE) | 0 |
| એસસી | 5 |
| એસ.ટી | 23 |
| યુ.આર | 45 |
| કુલ | 110 |
GDS ની ભરતી માટે લાયક ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ હોવો જોઈએ. તેમજ તે અરજી કરેલ પ્રદેશ અનુસાર પ્રાદેશિક ભાષા નો જાણકાર હોવો જરૂરી છે. ઉમેદવાર તે પ્રદેશની ભાષા લખતા , વાંચતા અને બોલતા આવડવી જરૂરી છે .વધુમાં ઉંમર માટે 18 થી 40 વર્ષ વચ્ચે ની ઉમર ભરતી પાત્ર માટે યોગ્ય છે. એટલે કે 40 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવાર આ પોસ્ટ માટે લાયક નહીં ગણવામાં આવશેે નહીં. ઉમર અરજીની છેલ્લી તારીખ થી ગણવામાં આવશે. ભારત સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
Important Document for Gujarat GDS vacancy 2023 post ( ગુજરાત પોસ્ટ જીડીએસ 2023 માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો )
- પાસપોર્ટ ફોટો ગ્રાફની સ્કેન કોપી
- ઉમેદવારને સહીની સ્કેન કોપી
- ધોરણ 10 પાસ ની માર્કશીટ
- જન્મ તારીખ નું પ્રમાણપત્ર એટલે કે જન્મ તારીખ નો દાખલો
- જાતિ પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય )
- કોમ્પ્યુટર પ્રમાણપત્ર
- શારીરિક વિકલાંગતા નું પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય )
Age Limite for Gujarat gds vacancy 2023 ( ગુજરાત પોસ્ટ જીડીએસ 2023 માટે અરજી કરવા માટેની ઉંમર મર્યાદા )
- ન્યુનત્તમ ઉંમર 18 વર્ષ
- મહત્તમ ઉંમર 40 વર્ષ
How to apply For Gujarat GDS vacancy 2023 ( ગુજરાત પોસ્ટલ સર્કલ GDS ભરતી 2023 માં કેવી રીતે અરજી કરવી )
- Step-1 સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ
- Step-2 “ જાહેરાત ડાઉનલોડ કરો” પર ક્લિક કરો “ 12,828 પોસ્ટ્સ) ”, જાહેરાત પર ક્લિક કરો.
- Step-3 સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- Step-4 ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
- Step-5 ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- Step-6 તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
- Step-7 પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
- Step-8 પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
- Step-9 ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
- Step-10 તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
- Step-11 તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- Step-12 પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
ગુજરાત મેટ્રો ભરતી 2023 વધુ વિગત જાણવા અને અરજી કરવા અહીં ક્લિક કરો
| ગુજરાત GDS ભરતીની જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| કુલ જગ્યા નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
| ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
1 . ગુજરાત GDS ભરતીની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત GDS ભરતીની છેલ્લી તારીખ 11 જૂન 2023 છે
2 . ગુજરાત GDS સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://indiapostgdsonline.gov.in
3 . ગુજરાત GDS ભરતીમાં કેવી રીતે અરજી કરવી ?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. https://indiapostgdsonline.gov.in
